VIDEO: અમેરિકાના ટેનેસીમાં મહેસાણાના વેપારીના હત્યારાની FBI અને પોલીસે ફિલ્મી ઢબે ધરપકડ કરી
સોર્સ : gstv
અમેરિકાના ટેનેસી રાજ્યમાં મહેસાણાના વેપારી સુરેશ પટેલની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે. પોલીસે ૭૦ માઈલ સુધી ફિલ્મી ઢબે પીછો કરીને આરોપીને દબોચી લીધો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ ૨૦મી તારીખે મહેસાણાના આખજના વતની સુરેશ પટેલની હત્યા કર્યા બાદ ૩૫ કલાકના ટૂંકા ગાળામાં જેક્સન શહેરમાં બીજી લૂંટ ચલાવી પંજાબી વેપારીને પણ ગોળી મારી હતી. આરોપીએ બંને હત્યા અને લૂંટની કબૂલાત કરી લીધી છે. FBI સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી, જેના અંતે હત્યારો પોલીસના સપડામાં આવી ગયો છે.

