Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Gujarati businessman Suresh Patel was shot dead with the intention of robbery in Tennessee, USA

VIDEO: અમેરિકાના ટેનેસીમાં લૂંટના ઈરાદે ગુજરાતી વેપારી સુરેશ પટેલની ગોળી મારી હત્યા

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સનમાં એક સ્ટોરમાં લૂંટ દરમિયાન 56 વર્ષીય સુરેશ પટેલનું ગોળી વાગવાથી મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે આશરે 9 વાગ્યે એક અજાણ્યો શખ્સ સ્ટોરમાં આવ્યો અને પૈસાની માંગ કરી હતી. રોકડ લીધા બાદ તેણે સ્ટોરની અંદર અનેક વખત ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન સ્ટોરમાં હાજર સુરેશ પટેલને ગોળી વાગતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે CCTV અને અન્ય પુરાવાના આધારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. સ્થાનિક પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ સુરેશ પટેલ મૂળ ગુજરાતના આખજ ગામના હતા અને મેમ્ફિસમાં રહેતા હતા.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News