VIDEO: અમેરિકાના ભારતસ્થિત રાજદૂત સર્જિયો ગોરીની કશ્મીર મુલાકાત: આ તીરથી બે નિશાન!
અમેરિકાના ભારતસ્થિત રાજદૂત અને દક્ષિણ તથા મધ્ય એશિયા માટેના વિશેષ દૂત સર્જિયો ગોરની જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની ત્રણ દિવસીય મુલાકાત ચર્ચાનો વિષય બની છે. કશ્મિરમા 370ની કલમ હટ્યા બાદ અને ભારત-ચીન વચ્ચે લદાખના ગલવાનમાં થયેલી અથડામણ બાદ અમેરિકાના કોઇ વિશેષ વ્યક્તિએ લાંબી મુલાકાત લીધી હોય તે પહેલી ઘટના છે. સર્જિયો ગોર ડોનાલ્ડ ટ્રામ્પના ખાસ ગણાય છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર પોતાની નીતિ બદલવા માટે જાણીતા છે. આ સમયે ગૌરની મુલાકાત ખાસ મહત્વની માનવામાં આવે છે. અમેરિકી રાજદુત ત્રણ દિવસથી જમ્મુ-કશ્મિરની મુલાકાતે હતા. ગોરે શ્રીનગરમાં ડલ લેકમાં શિકારામાં સફર કરી હતી. આ સાથે પરી મહેલની મુલાકાત પણ લીધી હતી. કશ્મીરમાં જુદી જુદી જગ્યાએ ફરીને સ્થાનિક સંસ્કૃતિને પણ નીહાળી હતી.
કશ્મીર બાદ તેઓ લદાખ પહોંચ્યા હતા જ્યા તેમણે નિમ્મુ ખાતે સિંધુ અને ઝંસ્કાર નદીઓના સંગમની મુલાકાત લીધી હતી. ઝંસ્કાર વિસ્તારમાં રિવર રાફ્ટિંગ પણ કર્યું. ઉપરાંત થિકસે મઠની મુલાકાત લીધી. આમ ગૌર કશ્મિર અને લદાખના મહત્વના વિસ્તારમાં ફર્યા હતા. કશ્મિર મુલાકાત દરમિયાન ગૌરે કશ્મિરને ભારતનું અવિભાજ્ય અંગ ગણાવ્યું હતું. સાથે કહ્યું હતું કે કશ્મિરમાં હવે પહેલા કરતા વધારે શાંતિ છે. અમેરિકા કશ્મિર પ્રવાસ માટે પોતાના નાગરિકોની એડવાઇઝરીમાં સુધારો કરી શકે છે.
સર્જિયો ગોરનું આ નિવેદન અમેરિકાની કશ્મિર નીતિમાં આવેલા ફેરફારની નીશાની છે. અત્યાર સુધી અમેરિકા કશ્મિરને વિવાદિત પ્રદેશ માનતું હતું પણ ગૌર દ્રારા સત્તાવાર નીવેદન ઘણું કહી જાય છે. થોડા સમય પહેલા જ પાકિસ્તાન -સાઉદી આરબ અને તુર્કી વચ્ચે સંરક્ષણ ડીલ થઇ છે. તુર્કી અમેરિકાનો મિત્ર દેશ નથી. બીજુ બાજુ પાકિસ્તાન તુર્કી બાજુ ખસકી રહ્યું છે. આ કારણે પણ અમેરિકા ભારતને સપોર્ટ કરીને આ બન્ને દેશને મેસેજ આપવા માગતું હોય તેવું દેખાય છે. બીજી નોંધનીય વાત એ છે કે ગલવાનની ઘટના બાદ ભારત અને ચીન વચ્ચે પહેલા જેવા સારા સબંધ રહ્યા નથી. ગોરની લદાખની મુલાકાત ભારત અમેરિકાના મજબુત સબંધની નીશાની પણ માનવામાં આવે છે. આમ સર્જિયો ગોરની મુલાકાત ભારત માટે ફાયદામાં તો છે જ સાથે પણ ભારતને સાથે રાખીને અમેરિકા ચીન, પાકિસ્તાન અને તુર્કીનને પણ મેસેજ આપવા માગે છે. આ મુલાકાતમાં બન્ને દેશની વીન વીન સિચ્યુએશન દેખાઇ રહી છે.
-- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

