VIDEO: રાધનપુરમાં ફૂડ વિભાગની કાર્યવાહી, 596 કિલો શંકાસ્પદ મીઠું સીઝ
સોર્સ : gstv
પાટણના રાધનપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આયોડિનયુક્ત મીઠાની ગુણવત્તા ચકાસવા સઘન ઝુંબેશ હાથ ધરી છે. ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાન સાથે સાંતલપુર, વારાહી અને રાધનપુર વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 26 જેટલી કરિયાણાની દુકાનો, હોલસેલરો તેમજ સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટ્સમાં સ્પોટ ટેસ્ટિંગ કરાયું હતું. તપાસ દરમિયાન શ્રદ્ધા ટ્રેડિંગમાંથી 16 હજાર 688 રૂપિયાની કિંમતનું 596 કિલો શંકાસ્પદ રિફાઈન્ડ ફ્રી ફ્લો આયોડિનયુક્ત મીઠું મળી આવ્યું હતું. ફૂડ વિભાગે આ જથ્થો સીઝ કરી મીઠાના સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલ્યા છે.

