Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Fatal attack on GRD jawan on duty, complaint filed against 3 people

VIDEO: Patan / ફરજ પર જઈ રહેલા GRD જવાન પર જીવલેણ હુમલો, 3 ઈસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાટણ જિલ્લાના સમી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો ઘાટ સર્જાયો છે. સમી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક જીઆરડી (GRD) જવાન પર રાત્રિ દરમિયાન ત્રણ અજાણ્યા ઈસમોએ છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ છે.

App Store

મળતી વિગતો અનુસાર, સમી પોલીસ સ્ટેશનમાં કાર્યરત જીઆરડી જવાન રાત્રિના સમયે પોતાની ફરજ બજાવવા માટે મામલતદાર કચેરી ખાતે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ત્રણ ઈસમોએ જવાનને બૂમ પાડીને ઊભો રાખ્યો હતો. જવાન કંઈ સમજે તે પહેલાં જ આ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ તેની પર છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલો કર્યા બાદ ત્રણેય હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

હુમલાના પગલે લોહીલુહાણ હાલતમાં પડેલા જવાનની મદદે અન્ય જીઆરડી જવાન દોડી આવ્યા હતા. સાથી જવાનોની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક અસરથી સમીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ મામલે ઈજાગ્રસ્ત જીઆરડી જવાને હુમલો કરનારા ત્રણ શખ્સો વિરુદ્ધ સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.