Patan: ખેડૂતનો અનોખો જુગાડ; ડીઝલ એન્જિનમાં ગેસ સિલિન્ડર ફિટ કરી ખેતીનો ખર્ચ અડધો કર્યો
સોર્સ : GSTV
વધતા જતા ડીઝલના ભાવ અને ખેતીમાં થતા ભારે ખર્ચ સામે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કુબા ગામના ખેડૂત વાલાજી ઠાકોરે એક અનોખો જુગાડ સફળ કરી બતાવ્યો છે. તેમણે સિંચાઈ માટે વપરાતા ડીઝલ એન્જિનમાં ઘરવપરાશના ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરી ખેતી ખર્ચ અડધો કરી દીધો છે.વાલાજી ઠાકોરને યુટ્યુબ પર ટેકનિકલ વિડીયો જોતા આ વિચાર આવ્યો હતો. તેમણે એન્જિનમાં જરૂરી ફેરફાર કરી ગેસ કિટ ફીટ કરી છે. અગાઉ 30 કલાક મશીન ચલાવતા અંદાજે પાંચ હજાર રૂપિયાનું ડીઝલ વપરાતું હતું ત્યારે હવે 30 કલાકનો ખર્ચ માત્ર 2500 આવે છે.

