Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Farmers protest against land acquisition of Radhanpur Patan National Highway-68 bypass

VIDEO: રાધનપુર પાટણ નેશનલ હાઈવે-68 બાયપાસના જમીન સંપાદન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ નજીક નેશનલ હાઇવે-68 બાયપાસના નવા એલાઈન્મેન્ટ ની જાહેરાત થતા પાટણ પંથકના ખેડૂતોનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે અને આ બાબતે આજે જે ખેડૂતો ની જમીન કપાત મા અથવા બિલ્ડર લોબી દ્વવારા રિંગ કરવા મા આવતી હોવાની બુમરાડ ઉઠતા આજે સાંડેસરપાટી-બકરાતપુરા વિસ્તારના ખેડૂતોએ એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. એક દાયકા અગાઉ આ હાઇવે પર જાહેરનામું બહાર પાડ્યું હતુ ત્યારે ખેડૂતો ને નુકસાન નહતું પરંતુ બિલ્ડર લોબી અને કેટલાક અધિકારીઓની મીલીભગતથી એલાઈન્મેન્ટમાં ભ્રષ્ટાચાર અને રાજકીય લાભ માટે રૂટ બદલ્યાનો  આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો જમીનના ઊંચા બજારભાવ  સામે સરકારી જંત્રીથી વળતર મળવાની ભીતિથી ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોનો  આક્ષેપ છે કે, બકરાતપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનામાં જમીનોની શંકાસ્પદ લે-વેચ થઈ રહી છે. તેની ઉચ્ચસ્તરીય તપાસની માંગસાથે ડ્રાફ્ટ નોટિફિકેશન રદ કરી તટસ્થ ટેકનિકલ તપાસ કરવામાં આવે..

App Store