VIDEO: પાટણના ધરમોડા ગામે નશામાં ધૂત યુવક ટાવર પરથી નીચે કૂદ્યો: વાયરલ વીડિયો
સોર્સ : gstv
પાટણના ચાણસ્મા તાલુકાના ધરમોડા ગામે એક યુવક કોઈ અગમ્ય કારણોસર અચાનક મોટો ભય પેદા કરી મોબાઈલ ટાવર પર ચઢી જતાં ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના ભયાવહ દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટના અંગે જાણ થતાં જ તલાટી કમ મંત્રી અને ચાણસ્મા પોલીસ સહિત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. જોકે, સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટાવર પર ચઢેલો યુવક અતિશય નશાની હાલતમાં હતો અને તેણે ટાવર પરથી નીચે પડતું મૂક્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવને પગલે સમગ્ર ગામમાં અરેરાટી સાથે ભારે અફરાતફરી સર્જાઈ છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

