Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Divya Stationery Hindola Darshan held at Patan's 200-year-old historic Swaminarayan Temple

VIDEO: પાટણના ૨૦૦ વર્ષ જૂના ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરમાં યોજાયા દિવ્ય સ્ટેશનરી હિંડોળા દર્શન

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગુજરાત પરિભ્રમણ દરમિયાન વિજાપુરથી રાજા-મહારાજાઓ અને હરિભક્તો સાથે નીકળી પાટણ પધાર્યા હતા, ત્યારે તેઓ કટકીયા વાડામાં પરસોત્તમ ભાઈ સલાટના ઘરે રોકાયા હતા. આ પવિત્ર સ્થળે આજે ૨૦૦ વર્ષ જૂનું વડતાલ તાબાનું ઐતિહાસિક મંદિર આવેલું છે. આ જ મંદિરમાં ભગવાને ઉપયોગમાં લીધેલી રેશમની ગાદી અને તકિયો આજે પણ સ્મૃતિરૂપે સચવાયેલા છે. વાર-તહેવારે ધાર્મિક કાર્યક્રમો અને અન્નકૂટ માટે જાણીતા આ આસ્થાના કેન્દ્રમાં આજે ખાસ સ્ટેશનરી વસ્તુઓની સજાવટ સાથેના મનોરમ્ય હિંડોળાની આંગી કરવામાં આવી હતી. અગાઉ અહીં ફૂલ, સૂકા મેવા, રોકડ નોટો, કઠોળ અને વસ્ત્રોના હિંડોળા યોજાયા છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા.

App Store