Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Chaos as roof of shopping center collapses in Harij

VIDEO: હારીજમાં શોપિંગ સેન્ટરની છત તૂટી પડતા મચી અફરાતફરી, બાઈક ચાલક કાટમાળ નીચે દબાતા ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ જિલ્લાના હારીજ નગરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રોડ પર આવેલી એક શોપિંગ સેન્ટરની ત્રણ દુકાનોની છત અચાનક તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. દુકાનોની છત તૂટી પડવાને કારણે નીચેથી પસાર થઈ રહેલો એક બાઇક ચાલક કાટમાળ નીચે દબાયો હતો.

App Store

સ્થાનિકોએ તાત્કાલિક મદદ કરી ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢ્યો હતો, ત્યારબાદ ૧૦૮ મારફતે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જર્જરિત ઇમારતને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. નગરપાલિકા અને તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે જેથી વધુ નુકસાન અટકાવી શકાય.