VIDEO: પંચમહાલના ગોધરામાં જાફરાબાદ વિસ્તારનો વર્ષો જૂનો જાહેર રસ્તો અચાનક બંધ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ
સોર્સ : gstv
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા જાફરાબાદ વિસ્તારમાં છેલ્લા 23 વર્ષથી અસ્તિત્વમાં રહેલો જાહેર રસ્તો અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. આ રસ્તો રમેશ્વર સોસાયટી, સરદાર પટેલ નગર અને આનંદ નગરને જોડે છે, જેનો ઉપયોગ શાળાએ જતા નાના બાળકો અને સ્થાનિક નાગરિકો દ્વારા નિયમિતપણે થતો હતો. રસ્તો બંધ થવાને કારણે વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મા અંગે સ્થાનિકો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં રસ્તા પરના અવરોધો તાત્કાલિક દૂર કરીને જાતિગત ભેદભાવ વિના આ જાહેર માર્ગ તમામ નાગરિકો માટે ખુલ્લો કરવા માંગ કરાઈ છે.

