Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : VIDEO: Meghraja's entry into the city of Panchmahal, farmers felt happy

VIDEO: VIDEO: પંચમહાલના શહેરામાં મેઘરાજાની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંચમહાલના શહેરા વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સાંજના સમયે શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો. લાભી, હોંસેલાવ, સુરેલી, શેખપુર, નાંદરવા, દલવાડા સહિત અનેક ગામોમાં વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી છવાઈ છે...વરસાદને કારણે શહેરાના બજારોમાં લોકોની અવરજવર ઘટી છે. ખેડૂતોને આ વરસાદથી ખેતીના કાર્યોમાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી  છે.

App Store