VIDEO: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે નદીમાં પાણી છોડાયું
સોર્સ : gstv
પંચમહાલના મોરવા હડફ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા હડફ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમનો એક ગેટ અડધો ફૂટ ખોલીને 652 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની જળ સપાટી 165.35 મીટર નોંધાઈ છે, જ્યારે ડેમમાં 80.46 ટકા પાણીનો સંગ્રહ છે. ડેમની ભયજનક સપાટી 166.2 મીટર છે, જ્યારે રૂલ લેવલ સપાટી 165.10 મીટર નક્કી કરવામાં આવી છે. પાણી છોડવામાં આવતા નદીકાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં નહીં જવા અને નદી પાર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.

