VIDEO: પંચમહાલના શહેરામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી
સોર્સ : gstv
પંચમહાલ જિલ્લાના શહેરામાં આદિવાસી સમાજે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી. અણીયાદ ચોકડી વિસ્તારના કેશવ ગ્રાઉન્ડ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિતોએ આદિવાસી સંસ્કૃતિ જાળવવા અને ખોટા સર્ટિફિકેટથી નોકરી કરતા લોકોને દૂર કરવાનો સંકલ્પ લીધો. ત્યારબાદ ડીજે સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી, જેમાં પરંપરાગત ગીતો અને નૃત્યો સાથે નાચતા-ગાતા લોકો જોવા મળ્યા. રેલી અણીયાદ ચોકડીથી સિંધી ચોકડી, મુખ્ય બજાર અને હાઇવે માર્ગે પસાર થઈ. શહેરા તાલુકાના વિવિધ ગામોના આગેવાનો, યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

