VIDEO: ગોધરા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો, મોટા વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી
સોર્સ : GSTV
પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ નુકસાનના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ગોધરાના વાવડી, વેગનપુર, પોપટપુરા અને છારીયા સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. પવનની ઝડપ એટલી હતી કે શહેરના અનેક વિસ્તારોમાં મોટા વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરી દેવાયો છે.

