Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : VIDEO: Residents suffer from overflowing sewers and sewage lines in city societies

VIDEO: શહેરાની સોસાયટીમાં ઉભરાતી ગટરો અને ડ્રેનેજ લાઈનના ગંદા પાણીથી રહિશો ત્રાહિમામ, તંત્ર સામે કરી આ માંગ

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યના પંચમહાલ જિલ્લાના શહેરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. પંચમહાલ જિલ્લાના શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ મારુતિ નંદન સોસાયટીમાં ઉભરાતી ગટરોની સમસ્યા સોસાયટીના રહીશો માટે માથાનો દુખાવો સમાન બની છે,કારણ કે અહીં સોસાયટીમાં રસ્તાની વચ્ચોવચ ઉભરાતી ગટરો અને ડ્રેનેજ લાઈનનું દુર્ગંધ મારતું ગંદુ પાણી ફરી વળતું હોય છે,જે પાણીના લીધે સોસાયટીના રહીશો ઘરની બહાર બેસી પણ નથી શકતા.

App Store

સોસાયટીના રહીશોને બારી બારણાં બંધ કરીને રહેવાની નોબત આવતી 

તો વળી આ પાણી સોસાયટીના રસ્તા પર વહેતુ ગંદુ પાણી એટલું દુર્ગંધ મારતું હોય છેકે સોસાયટીના રહીશોને બારી બારણાં બંધ કરીને રહેવાની નોબત આવતી હોય છે.આ ઉપરાંત મારુતિ નંદન સોસાયટીના રહીશોને દુર્ગંધ મારતા પાણીમાંથી જ અવર જવર કરવું પણ મુશ્કેલ બને છે,ત્યારે આ બાબતને પાલિકા તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવે અને સોસાયટીના રસ્તા પર વહેતા ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સોસાયટીના રહીશોની માંગ ઉઠી છે.