VIDEO: ગોધરામાં કરોડોના ખર્ચે બનેલી ચેરિટી કમિશનર કચેરી સુધી પહોંચવા નથી રસ્તો, અરજદારો પરેશાન બન્યા
સોર્સ : gstv
પંચમહાલના ગોધરામાં કરોડોના ખર્ચે બનેલી ચેરિટી કમિશનર કચેરી સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો ન હોવાથી અરજદારો અને વકીલો મુશ્કેલીમાં મુકાયા છે. વર્ષ ૨૦૨૨માં બનેલી આ કચેરીનો રસ્તો ખાનગી પ્લોટ માલિકે બંધ કરી દેતા વાહન લઈ જવું અશક્ય બન્યું છે….લોકોએ અડધો કિલોમીટર દૂર વાહન પાર્ક કરીને કાદવ-કીચડ વચ્ચે ચાલીને જવું પડે છે. કચેરીના અધિકારીઓ દ્વારા માર્ગ અને મકાન વિભાગને પત્ર લખીને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સપ્તાહમાં માત્ર એક જ દિવસ બોર્ડ બેસતું હોવાથી અને પોસ્ટમેન પણ ભાગ્યે જ આવતા હોવાથી સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે...

