VIDEO: ગોધરામાં સ્ટન્ટબાજોની શાન ઠેકાણે
સોર્સ : GSTV
ગોધરા પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર જોખમી બાઈક સ્ટન્ટ કરી રીલ્સ બનાવવી કેટલાક લબરમુછિયાઓને ભારે પડી ગઈ… રેસ લગાવતા યુવાનોનો વીડિયો વાયરલ થતાં જ ગોધરા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે સ્ટન્ટબાજ બે યુવાનોને ઝડપી પાડી, કાયદાનો પાઠ ભણાવી તેમની પાસે માફી મંગાવતો વીડિયો બનાવડાવ્યો છે. સમગ્ર મામલે ગુનો નોંધી પોલીસે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

