VIDEO: પંચમહાલના અવિરત વરસાદે સાતકુંડા ગામે સર્જ્યા અદ્ભુત ધોધના દ્રશ્યો સામે આવ્યો
સોર્સ : gstv
પંચમહાલ જિલ્લાના સંતરામપુર તાલુકાના સાતકુંડા ગામે અવિરત વરસાદને કારણે પાનમ ડેમ નજીકના ડુંગરાળ વિસ્તારમાં આવેલા સાત કુંડમાં એક પછી એક ધોધ વહેવા લાગ્યા છે....કુદરતી સૌંદર્યની વચ્ચે સર્જાયેલા આ આહલાદક દૃશ્યો જોવા આસપાસના વિસ્તારો તેમજ દૂરદૂરથી સહેલાણીઓ ઉમટી પડ્યા છે....સાતકુંડા ગામના ડુંગર પર આવેલા મહાદેવ મંદિર પાસેના આ કુંડોમાં વહેતા ધોધે વાતાવરણને વધુ મનમોહક બનાવ્યું છે. સહેલાણીઓએ ધોધની મજા માણીને મહાદેવ મંદિરના પણ દર્શન કર્યા. ચોમાસાના આ સુંદર નજારાએ સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન મળ્યું છે.

