VIDEO: ગોધરામાં વિદ્યાર્થીને માર, ડાન્સ શિક્ષક સસ્પેન્ડ
સોર્સ : gstv
ગોધરાની સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-7ના 12 વર્ષીય વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. ડાન્સ શિક્ષક શકલીન અઝગરે વિદ્યાર્થીને ચારથી પાંચ લાફા માર્યા હોવાનો આક્ષેપ છે. માર બાદ વિદ્યાર્થીના ગાલ પર સોજો અને કાનમાં દુખાવો થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી હતી. સમગ્ર મામલે ગોધરા ‘A’ ડિવિઝન પોલીસે ડાન્સ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે આજે શાળામાં શિક્ષણ કાર્ય બંધ રાખી વાલીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. વાલીઓના હોબાળા બાદ શાળા સત્તાધીશોએ ડાન્સ શિક્ષક શકલીન અઝગરને સસ્પેન્ડ કરી દીધા છે.

