VIDEO: ગોધરામાં વળતર મુદ્દે ખેડૂતોની આવેદનપત્ર આપી ચક્કાજામની ચીમકી
સોર્સ : gstv
પંચમહાલના ગોધરા તાલુકામાંથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઇવે માટે જમીન સંપાદન સામે વેગનપુર અને ટુવા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોનો આરોપ છે કે અગાઉ નજીવું વળતર ચૂકવાયું હતું અને ૧૨ વર્ષથી કેસ પેન્ડિંગ છે, તેમ છતાં નવી જમીન સંપાદનની નોટિસો અપાતાં ચિંતા વધી છે. યોગ્ય નિકાલ અને વળતર નહીં મળે તો આગામી દિવસોમાં હાઇવે ચક્કાજામ, ભૂખ હડતાળ અને આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂતોએ ચીમકી આપી છે.

