Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : “Khelo India Samvad” held in the presence of MP Rajpal Jadhav in Godhra: Young players participate

VIDEO: ગોધરામાં સાંસદ રાજપાલ જાધવની ઉપસ્થિતિમાં યોજાયો "ખેલો ઈન્ડિયા સંવાદ": યુવા ખેલાડીઓએ લીધો ભાગ

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગોધરા ખાતે યુવા ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ માટે વિશેષ "ખેલો ઈન્ડિયા સંવાદ" કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમનું સફળ સંચાલન નેશનલ યુથ આઈકોન દિશાંત મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંવાદ કાર્યક્રમમાં માનનીય સાંસદ રાજપાલ જાધવ અને રાષ્ટ્રીય ખેલાડી શ્રીના પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને યુવા ખેલાડીઓએ મોટી સંખ્યામાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આ વિશેષ સત્રમાં રમતગમત ક્ષેત્રે યુવાનો માટે રહેલી નવી તકો, ખેલાડીઓનું સશક્તિકરણ અને રમતગમતના મહત્વ જેવા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

App Store