VIDEO: પંચમહાલ જિલ્લામાં મેઘરાજાનું પુનરાગમન: શહેરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સોર્સ : gstv
પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. શહેરા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધો હોવાથી ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત બન્યા હતા, પરંતુ અણધાર્યા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા વિરામ બાદ વરસાદનું પુનરાગમન થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે અને સુકાઈ રહેલા પાકને નવું જીવન મળ્યું છે.

