VIDEO: હાલોલમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલના રિસેપ્શનિસ્ટનું કારસ્તાન, 14 લાખ રૂપિયાની કરી ઉચાપત
સોર્સ : gstv
પંચમહાલના હાલોલમાં આવેલા પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં રૂપિયા 14.15 લાખની નાણાકીય ઉચાપતની ઘટના બની છે. હોસ્પિટલના રિસેપ્શનિસ્ટ અક્ષય પટેલે સારવાર માટે આવતા દર્દીઓ પાસેથી બિલના નાણાં ઉઘરાવી તેને બેંકમાં જમા કરાવવાને બદલે અંગત સ્વાર્થ માટે વાપરી નાખ્યા હતા.
ટ્રસ્ટના એકાઉન્ટનું વાર્ષિક ઓડિટ દરમિયાન આ છેતરપિંડીનો ખુલાસો થયો હતો.. ઓડિટ દરમિયાન મોટી રકમની વિસંગતતા જણાતા હોસ્પિટલના ડોક્ટરે અક્ષય પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી ઉચાપત કરાયેલી રકમ રિકવર કરવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

