Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Rainfall in 94 talukas of the state including Relamchel, Ahmedabad from 5 inches of rain in Shehra-Kothamba.

VIDEO: શહેરા- કોઠંબામાં 5 ઈંચ વરસાદથી રેલમછેલ, અમદાવાદ સહિત રાજ્યના 94 તાલુકામાં વરસાદ

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં 11-12 જુલાઈએ મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન મંગળવારે(11 ઓગસ્ટ) સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના શહેરા અને મહીસાગરના કોઠંબામાં 5-5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

App Store

રાજ્યના 94 તાલુકામાં મેઘમહેર

મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. તેવામાં મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં મહીસાગરના લુણાવાડામાં 2.68 ઇંચ, બાલાસિનોરમાં 2.52 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 2.09 ઇંચ, વલસાડના ઉમરગામમાં 2.05 ઇંચ, પંચમહાલના ગોધરામાં 1.57 ઇંચ, ખેડાના કપડવંજ, દાહોદના સંજેલી, ગાંધીનગરના કલોલ, દાહોદના સુખસર સહિતના જિલ્લામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જ્યારે અમદાવાદ શહેર, વલસાડના કપરાડા, દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લીના બાયડ, સહિત 80 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે.