VIDEO: ગોધરા નગરપાલિકામાં પ્રજાનો હલ્લાબોલ: રોડ-રસ્તા અને સફાઈના પ્રશ્ને રોષ
સોર્સ : gstv
પંચમહાલના ગોધરામાં પ્રાથમિક સુવિધાઓના અભાવે રોષે ભરાયેલા રહીશોએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. બામરોલી રોડ પર આવેલી મારુતિ રેસિડેન્સી અને દેવ રેસિડેન્સી સહિતની આંતરિક સોસાયટીઓના લોકો લાંબા સમયથી રોડ, રસ્તા અને સફાઈ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ દ્વારા સમસ્યાનું નિરાકરણ ન આવતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. નાગરિકોએ પાલિકા પ્રમુખ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી તમામ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા ઉગ્ર માંગ કરી છે.

