VIDEO: હાલોલમાં સુરક્ષા વધારવા પોલીસે ૧૧૦ રિક્ષા ચાલકોની કરી નોંધણી
સોર્સ : gstv
હાલોલ પોલીસ દ્વારા નાગરિકો તેમજ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી રિક્ષા ચાલકોની વિશેષ નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ૧૦૦થી વધુ રિક્ષા ધારકોને એકત્રિત કરીને કાયદા અને શિસ્તના પાલન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ઓટો રિક્ષાના માલિક તેમજ ડ્રાઇવરના નામ, સરનામા અને મોબાઇલ નંબર એકત્ર કરી ભારત એપ પર તેની વિગતો અપલોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક રિક્ષાની ચોક્કસ ઓળખ થઈ શકે તે માટે પાછળ લગાવવા માટે ખાસ અલાયદા નંબરના સ્ટીકર પણ ફાળવવામાં આવ્યા હતા.

