VIDEO: હાલોલમાં હોટલમાં તોડફોડ અને લૂંટ ચલાવાઈ
સોર્સ : gstv
હાલોલના હાઈવે પર આવેલી એક હોટલમાં તોડફોડ અને લૂંટની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પાંચ જેટલા યુવકો હોટલમાં જમવા માટે આવ્યા હતા અને ત્યારબાદ અચાનક હોબાળો મચાવ્યો હતો. આરોપીઓએ હોટલના ટેબલ-ખુરશીઓમાં તોડફોડ કરી હતી. હોટલ માલિકના આક્ષેપ મુજબ, યુવકોએ ગલ્લામાંથી રોકડ રકમ લૂંટી હતી અને લેપટોપ પણ છીનવી લીધું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ ભાગતી વખતે આરોપીઓએ કારથી હોટલ માલિકને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. હુમલાખોર યુવકો અમદાવાદથી આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલોલ પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.

