VIDEO: પાવાગઢમાં તળેટીથી માંચી માર્ગનો ભાગ ધોવાયો, મુસાફરી બની જોખમી
સોર્સ : gstv
પંચમહાલના પાવાગઢમાં તળેટીથી માંચી વચ્ચેના માર્ગ પર ધોવાણની ઘટના સામે આવી છે. તળેટીથી માંચીના ચઢાણ દરમિયાન આવતા સેલ્ફી પોઇન્ટ નજીક ખીણ તરફના રોડનો કેટલોક ભાગ ધોવાઈને ધરાશાયી થયો છે. માર્ગનો એક ભાગ નબળો બનતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એક તરફનો રોડ બંધ કરી બેરીકેટ લગાવવામાં આવ્યા છે. હાલમાં આ માર્ગ પરથી પસાર થતી મુસાફરી જોખમી બની છે. પાવાગઢમાં મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રોડના ધોવાણને કારણે પાવાગઢ તરફના ટ્રાફિકને પણ અસર થવાની શક્યતા છે.

