Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Panchmahal: Newborn trafficking at Godhra's Deep Maternity Hospital? started an investigation.

Panchmahal: ગોધરાની દીપ મેટર્નિટી હોસ્પિટલમાં નવજાતનો વેપલો? પોલીસે શરુ કરી તપાસ

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Panchmahal: ગોધરાની દીપ મેટર્નિટી હોસ્પિટલમાં નવજાતનો વેપલો? પોલીસે શરુ કરી તપાસ
સોર્સ : gstv

પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલી દીપ મેટર્નિટી અને ચિલ્ડકેર હોસ્પિટલમાં નવજાત બાળકના વેપલાનો મામલો સામે આવ્યો છે. પ્રસુતિ માટે આવેલી અજાણી મહિલાની કે બાળકની કોઈ દસ્તાવેજી નોંધણી હોસ્પિટલ પાસે નથી, જે નવજાતના વેપલાની શંકાને પ્રબળ બનાવે છે.  પોલીસ અનુસાર, આ પહેલાં પણ આ હોસ્પિટલમાં આવી પ્રસૂતિઓ બાદ નવજાતનો વેપલો કરાયો છે કે કેમ તે અંગે તપાસ શરુ કરી છે. 

App Store

સમગ્ર ઘટનામાં હોસ્પિટલના મુખ્ય તબીબ સામે હજુ કોઈ ગુનો નોંધાયો નથી, જ્યારે અન્ય આઠ જેટલા સ્ટાફ અને સંબંધિત વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. પંચમહાલ પોલીસે હોસ્પિટલમાંથી સીસીટીવી કેમેરાના ડીવીઆર કબ્જે લઈ લીધા છે, જેમાંથી  માહિતી મળવાની આશા છે. વધુ તપાસમાં અન્ય કેસોની પુષ્ટિ થાય તો મોટું કૌભાંડ ખુલ્લું પડી શકે.