VIDEO: પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગોધરામાં જિલ્લાકક્ષાની ભવ્ય તિરંગા રેલી યોજાઈ
સોર્સ : gstv
સ્વતંત્રતા પર્વની ઉજવણી અને રાષ્ટ્રધ્વજના સન્માનાર્થે સ્વતંત્રતા સપ્તાહ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગોધરામાં જિલ્લાકક્ષાની વિશાળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું....પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પ્રારંભ થયેલી આ રેલી મુખ્ય માર્ગોથી પસાર થઈ રામસાગર તળાવ ખાતે સંપન્ન થઈ હતી. આ રેલીમાં રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, સ્થાનિક ધારાસભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. માર્ગો પર નાગરિકો દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત કરાતા સમગ્ર શહેરમાં દેશભક્તિનું વાતાવરણ છવાઈ ગયું હતું.

