VIDEO: ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનરાગમન, ખેડૂતો ખુશ
સોર્સ : gstv
પંચમહાલ જિલ્લામાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ મહેર કરી છે. ગોધરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. ગોધરામાં સવારથી જ વરસેલા વરસાદી ઝાપટાંના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ઉકળાટ તથા ગરમીમાંથી રાહત મળી છે. લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હોવાથી પાકને લઈને ચિંતિત બનેલા ખેડૂતોનાચહેરા પર ચમક જોવા મળી છે..હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કલાકોમાં જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વધુ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે, જેનાથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

