VIDEO: પાવાગઢમાં નવરાત્રિના પ્રારંભે એક લાખથી વધુ ભક્તો ઉમટ્યા
સોર્સ : gstv
પંચમહાલ - પાવાગઢમાં આસો નવરાત્રિના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર. મોડી રાતથી જ ભક્તો માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ ખાતે આવી કતારમાં ગોઠવાઈ ગયા. પરોઢિયે પાંચ વાગે નિજ મંદિરના કપાટ ખુલતા મંદિર પરિસર અને પાવાગઢ ડુંગર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું. વહેલી સવારે એક લાખ કરતાં વધુ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા.

