VIDEO: પાવાગઢમાં આરક્ષિત સ્મારક પર ડ્રોન ઉડાવી રીલ બનાવી
સોર્સ : gstv
પાવાગઢના આરક્ષિત સ્મારક શહેરી દરવાજા ઉપર ચઢી યુવાનોનો સ્ટન્ટ કરતો વીડિયો વાયરલ થયો છે. આરક્ષિત સ્મારક શહેરી દરવાજાની ટોચ ઉપર ચઢી છ યુવાનોએ ડ્રોનથી વિડિઓ બનાવ્યો. વિડિઓ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ પણ કર્યો અને હવે આ વીડિયો થકી આ યુવાનોની મુશ્કેલી પણ વધી જશે. પાવાગઢમાં ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધના જાહેરનામાનો ભંગ થતા અનેક સવાલો ઉઠ્યાં છે. સોશિયલ મીડિયામાં લાઈક્સની ઘેલછામાં ઘણી વખત યુવાનો એક રિલ માટે જીવ જોખમમાં મુકતા હોય છે.

