Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : One more child died of Chandipura virus in Panchmahal district

VIDEO: પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સમ્રગ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. જે ખાસ કરીને માસૂમ બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. પંચમહાલ જિલ્લા સહિતના વિસ્તારોમાં આ વાયરસના શંકાસ્પદ કેસોથી ભારે ફફડાટ ફેલાયો છે. ગોધરાના મણીપુર ગામેથી વધુ એક બાળકનું આ વાયરસથી મોત થયુ છે. બાળકને અચાનક તીવ્ર તાવ આવ્યો હતો અને તેની સાથે શરીરમાં ખેંચ આવવાની શરૂઆત થઈ હતી, જે ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણો માનવામાં આવે છે. તેની તબિયત લથડતા તેને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, ત્યાં તેની સ્થિતિ વધુ ગંભીર જણાતા ડૉક્ટરોએ તેને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કર્યો હતો. પરંતુ અમદાવાદ પહોંચે તે પહેલાં રસ્તામાં જ બાળકે દમ તોડી દીધો હતો. આ ઘટના સાથે જ પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી ત્રણ બાળકોના મોત નીપજ્યા છે

App Store