VIDEO: પંચમહાલના ગોધરામાં એક મહિનાના લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં રાહત
સોર્સ : gstv
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એક મહિનાના લાંબા અને ચિંતાજનક વિરામ બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ચોમાસા દરમિયાન લાંબા સમય સુધી વરસાદ ખેંચાવાના કારણે ધરતીપુત્રો અને ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા, પરંતુ અચાનક પલકાયેલા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. મેઘરાજાની આ કાળઝાળ ગરમી વચ્ચે થયેલી આ રી-એન્ટ્રીથી સુકાઈ રહેલા પાકને નવું જીવનદાન મળવાની પ્રબળ આશા બંધાઈ છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ખુશી અને રાહતની લહેર જોવા મળી રહી છે.

