VIDEO: પંચમહાલમાં ગૌવંશ તસ્કરી ગેંગ સામે ગુજસીટોકની કાર્યવાહી
સોર્સ : gstv
પંચમહાલ LCBએ ગોધરામાં સક્રિય ગૌવંશ તસ્કરી અને હત્યા સહિતના ગંભીર ગુનાઓ આચરતી ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. ગેંગના છ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ તપાસમાં આરોપીઓનો ગંભીર ગુનાહિત ઇતિહાસ અને ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો છે. ગુનો નોંધાયા બાદ પોલીસે એક આરોપી અનસ બદામની ધરપકડ કરી છે. જ્યારે બાકીના આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે. પંચમહાલ પોલીસની કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

