VIDEO: હાલોલના પૌરાણિક કુલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણમાં ભક્તોની ભીડ
સોર્સ : gstv
હાલોલના વરસડા ગામે કરાડ નદીના કિનારે આવેલા પૌરાણિક સ્વયંભૂ કુલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અંદાજે 200 વર્ષથી વધુ પ્રાચીન આ મંદિર આસપાસના 25 જેટલા ગામોના લોકો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. પેઢીઓથી અહીં દર્શન માટે આવતા પરિવારોમાં આજે પણ કુલેશ્વર મહાદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા જોવા મળે છે. આખું વર્ષ ભક્તો દર્શન માટે આવે છે, જ્યારે શ્રાવણ માસ દરમિયાન ભક્તોની સંખ્યા વિશેષ રહે છે. શ્રાવણના સોમવારે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી દર્શન અને પૂજાનો લાભ લે છે.

