VIDEO: Panchmahal શિક્ષણ વિભાગમાં રૂ. 2.79 કરોડનું કૌભાંડ: લેપટોપ અને એન્ટી-વાયરસની ખરીદીમાં કરોડોના ભ્રષ્ટાચારથી ખળભળાટ
સોર્સ : GSTV
પંચમહાલ શિક્ષણ વિભાગમાં રૂ. 2.79 કરોડના ભ્રષ્ટાચારે ખળભળાટ મચાવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રી પટેલની દેખરેખ હેઠળ જ સ્માર્ટ પેનલ, લેપટોપ અને એન્ટી-વાયરસની ખરીદીમાં આચરાયેલા આ કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી સામે આવી છે. હિસાબી અધિકારી પૂજન જોષી અને નીતિન પટેલના સમયગાળામાં થયેલા આ ભ્રષ્ટાચાર મામલે પોલીસ ફરિયાદ છતાં આરોપીઓ હજુ ફરાર છે. આરોપ છે કે અધિકારીઓ મીડિયાને દૂર રાખી તપાસ પર પડદો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. માત્ર કાગળ પર ચાલતી કામગીરી વચ્ચે શું તપાસમાં સામેલ 'મોટા ચહેરા' બેનકાબ થશે?

