Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : BJP's saffron waved in Godhra, winning the municipality

Panchmahal news: ગોધરામાં ભાજપનો ભગવો લહેરાયો, ઈતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં મેળવી જીત

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Panchmahal news: ગોધરામાં ભાજપનો ભગવો લહેરાયો, ઈતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં મેળવી જીત
સોર્સ : gstv

 ગોધરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોએ સ્થાનિક રાજકારણમાં નવો ઈતિહાસ રચી દીધો છે. પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વાર ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂર્ણ સત્તા હાંસલ કરી છે. અત્યાર સુધીના સમીકરણોમાં અનેક ઉતાર-ચઢાવ જોયા બાદ, આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દીધા છે.

App Store

ગોધરામાં ભાજપનો ઐતિહાસિક ઉદય

ચૂંટણીના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, ગોધરા નગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે રસાકસી જામી હતી. ભાજપ દ્વારા આ વ્યૂહનીતિના ભાગરૂપે માત્ર 7 વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા. જોકે, જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું કે મતદારોએ ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. કુલ 44 ઉમેદવારોમાંથી 27 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે, જ્યારે 17 બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા છે.

કોંગ્રેસના સુપડા સાફ: ખાતું પણ ન ખુલ્યું

આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે મુખ્ય વિરોધ પક્ષ તરીકે ગણાતી કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી. તમામ બેઠકો પર કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ગોધરા નગરપાલિકા પર હવે ભાજપનું એકચક્રી શાસન સ્થપાયું છે. વિકાસના મુદ્દા અને મજબૂત વ્યૂહનીતિને કારણે ભાજપ પ્રથમ વાર આ પાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળશે, જે આગામી સમયમાં શહેરના રાજકીય માળખા માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે.