Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Complaint filed against 4 including AAP candidate for misappropriation of Rs 50 lakh

VIDEO: Panchmahalમાં મતદારોને નાણાંનું પ્રલોભન આપવાના કૌભાંડનો પર્દાફાશ; AAPના ઉમેદવાર સહિત 4 સામે ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંચમહાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે મતદારોને નાણાંનું પ્રલોભન આપવાના મસમોટા કૌભાંડનો પંચમહાલ એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીના સંગઠન કાર્યકર્તા અજય વસ્તાની, વોર્ડ નંબર 11 ના ઉમેદવાર તથા અન્ય કાર્યકર્તાઓ રમણભાઈ બારીયા અને દર્શિત સોની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા 15 દિવસ દરમિયાન આંગડિયા અને હવાલા મારફતે અંદાજે 50 લાખ રૂપિયાથી વધુની માતબર રકમની હેરફેર કરવામાં આવી હતી. આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ ગતિવિધિઓ કેદ થયા બાદ પોલીસે પુરાવા એકત્ર કર્યા છે. હાલ આ સમગ્ર મામલે ગોધરાએ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધીને પોલીસે નાણાંના સ્ત્રોત અને તેની વહેંચણી અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store