Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Cannabis cultivation exposed in a field in Isrodia village of Godhra

VIDEO: Panchmahal / ગોધરાના ઇસરોડીયા ગામે ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ; 2.64 લાખના લીલા ગાંજા સાથે 1ની ધરપકડ કરી

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંચમહાલ જિલ્લામાં નશાબંધીના કડક અમલ વચ્ચે એસ.ઓ.જી. પોલીસને મોટી સફળતા મળી છે. ગોધરા તાલુકાના ઇસરોડીયા ગામે એક ખેતરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતી ગાંજાની ખેતી પર પોલીસે દરોડો પાડી લાખોની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store

મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી. ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલા અને પી.એસ.આઈ. બી.કે. ગોહિલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઇસરોડીયા ગામના નાળા ફળીયામાં રહેતો દેવેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ રાઉલજી પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે 2 પંચોને સાથે રાખી ખેતરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસની તપાસ દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના કુલ 22 છોડ મળી આવ્યા હતા. જેનું વજન 5.295 કિલોગ્રામ હતું. આ જપ્ત કરાયેલા માદક પદાર્થની બજાર કિંમત અંદાજે ₹2,64,750/- આંકવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી દેવેન્દ્રસિંહ રાઉલજીની સ્થળ પર જ ધરપકડ કરી હતી. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.