VIDEO: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરવા હડફમાં ભાજપનો શાનદાર દેખાવ
સોર્સ : gstv
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરવા હડફમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો હતો . માતરીયા વેજમા તાલુકા પંચાયત સીટ પર વિજયભાઈ પટેલ, રામપુર સીટ પર જ્યોતિકાબેન બારીયા અને જિલ્લા પંચાયત બેઠક પર લલીતાબેન પટેલ વિજેતા થયા હતા . ધારાસભ્ય નિમિષાબેન સુથારે મતગણતરી કેન્દ્ર પર પહોંચી વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી. જીતની ખુશીમાં સમર્થકોએ ફટાકડા ફોડી અને વિજય સરઘસ કાઢી ઉમેદવારોને ફૂલહારથી વધાવી લીધા હતા. સમગ્ર પંથકમાં અત્યારે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો

