VIDEO: પંચમહાલમાં વિજ્ઞાન પ્રવાહનું 71.36 ટકા અને સામાન્ય પ્રવાહનું 88.69 ટકા પરિણામ નોંધાયું
સોર્સ : gstv
પંચમહાલ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. લાંબા સમયથી વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા વેબસાઈટ પર પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશાનો માહોલ જોવા મળ્યો છે. પંચમહાલમાં વિજ્ઞાન પ્રવાહનું 71.36 ટકા અને સામાન્ય પ્રવાહનું 88.69 ટકા પરિણામ નોંધાયું છે. પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ રિઝલ્ટ મેળવવા શાળાઓમાં ઉમટી પડ્યા હતા.

