VIDEO: અમદાવાદમાં શૈક્ષણિક સંસ્થાઓ પાસે દારૂનું ખુલ્લેઆમ વેચાણ
સોર્સ : gstv
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદના પૉશ ગણાતા નવરંગપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી જાણીતી એચ.એલ. કોલેજ અને હોસ્ટેલ પાસે જ જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવી છે. વાયરલ વિડીયોના આધારે એવી ચર્ચા જાગી છે કે જાહેર રોડ પર એક રીક્ષામાં જ દારૂનું સ્ટેન્ડ ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસની આશીર્વાદથી દારૂનો ઠેકો ધમધમતો હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે..

