VIDEO: અમદાવાદમાં ફરી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, પાંચ આરોપીઓ ઝડપાયા
સોર્સ : gstv
અમદાવાદના રામોલ વિસ્તારમાં સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો મામલો સામે આવ્યો છે. જીવન જ્યોત સ્કૂલમાં ચંપલ મુકવા બાબતે થયેલા જૂના ઝઘડાની અદાવતમાં વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઈ હતી. ત્યારબાદ સગીર વિદ્યાર્થીઓ સહિતના યુવકોએ વસ્ત્રાલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી કરી હતી, જેનો વીડિયો પણ વાયરલ થયો છે.
આરોપીઓએ લાકડી, દંડા અને બેલ્ટ વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે રામોલ પોલીસે વીડિયો આધારે કાર્યવાહી કરતા 5 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે, જ્યારે કુલ 8 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

