Video: ગુજરાત યુવા મોરચાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે અંબાજી મંદિરે દર્શન કરી ધજા રોપણ કર્યું

ગુજરાત યુવા મોરચાના નવા નિયુક્ત થયેલા પ્રદેશ પ્રમુખ ડો. નરેશ દેસાઈ તાજેતરમાં વરણી થયા બાદ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે અંબાજી મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી માતાજીના ભાવપૂર્વક દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.. અંબાજી ખાતે પ્રદેશ પ્રમુખે ગુજરાતના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં યુવા મોરચાની ટીમને વધુ મજબૂત બનાવીશું અને આવનારી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને વિજયી બનાવવા મજબૂતાઈથી કામ કરીશું.







