Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Water pipeline ruptures in Navsari's big market

VIDEO : Navsari ના મોટાબજારમાં પાણીની પાઈપલાઈન ભંગાણ, ભરઉનાળે બજારમાં નદી વહી

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારીના મોટાબજાર સ્થિત સિલોટવાડ વિસ્તારમાં આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની પાઈપલાઈનમાં અચાનક ભંગાણ સર્જાતા લાખો લીટર પીવાનું પાણી મુખ્ય માર્ગ પર વહી ગયું હતું. પાણીની ટાંકી પાસે થયેલા આ ભંગાણને કારણે રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના લીધે વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ટીમે સ્થળ પર પહોંચીને પાણીનો પુરવઠો બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી. આટલા મોટા પ્રમાણમાં પીવાના પાણીનો વ્યય થવાને કારણે આગામી સમયમાં શહેરમાં પાણીનું સંકટ સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પાલિકા તંત્ર દ્વારા લાઈનનું સમારકામ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

App Store