VIDEO: નવસારી જિલ્લાના જલાલપોરમાંથી 6 વર્ષ પહેલા ગુમ થયેલી મહિલા આખરે જામનગરથી મળી આવી
સોર્સ : gstv
નવસારી જિલ્લાના જલાલપોરમાંથી 6 વર્ષ પહેલા ગુમ થયેલી મહિલા આખરે જામનગરથી મળી આવી છે. પંચવટી એપાર્ટમેન્ટમાં રહેતા દુર્ગાબેન ભીમાણી 1 ઓક્ટોબર 2021ના રોજ રહસ્યમય રીતે ગુમ થયા હતા. એસપી રાહુલ પટેલ અને પી.આઈ. એલ.જી.રાઠોડની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી મહિલાને શોધી કાઢી. લાંબા સમયથી રાહ જોઈ રહેલા પરિવારજનોને દુર્ગાબેન સોંપાતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. છ વર્ષ બાદ સ્વજન પરત મળતા પરિવારે નવસારી પોલીસનો આભાર વ્યક્ત કર્યો.

