VIDEO: મતદાન પહેલા જ નવસારી જિલ્લામાં 40થી વધુ બેઠકો ભાજપના ખોળામાં, આ ઘટના ઐતિહાસિક
સોર્સ : gstv
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ નવસારી જિલ્લામાં નગર, મહાનગર અને પંચાયતોની ચૂંટણીમાં 40થી વધુ બેઠકો ભાજપના ખોળામાં આવી ગઈ છે. આદિજાતિ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું કે, નવસારી જિલ્લા પંચાયતની 6 બેઠકો અને નવસારી મહાનગર પાલિકાની 3 બેઠકો બિનહરીફ થઈ. તેમણે આદિવાસી જિલ્લામાં 40થી વઘુ બેઠકો બિનહરીફ થવાની ઘટનાને ઐતિહાસિક ગણાવી છે. નગરપાલિકામાં કોંગ્રેસની 18 બેઠકો ઉપર મેન્ડેન્ટ સમય મર્યાદામાં ન પહોંચતા રદ્દ થયા હતા.

